દેશ-વિદેશ
News of Tuesday, 13th November 2018

લ્યો બોલો...વાળ માટે પણ બેસન ઉપયોગી

તમે કેટલીય વાર બેસનનું ફેશપેક ચહેરા પર લગાવ્યું હશે. પરંતુ, શું તમે જાણો છો, કે બેસન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. બેસનમાં કેટલાક એવા પોષકતત્વો હોય છે. જે વાળને સ્વસ્થ રાખવાની સાથે મજબુત અને ઘાટા બનાવવામાં પણ મદદ કરે છે. તે માથાની ત્વચાને સાફ કરી ડ્રાઈ થતા બચાવે છે.

 બેસનનું હેર માસ્ક લગાવવાથી ફાટેલા (બે મોઢાવાળા) વાળની સમસ્યા દૂર થાય છે. બેસનનું હેરમાસ્ક વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે.

 વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે બેસનમાં દહિં મિકસ કરી તમારા વાળમાં લગાવો. ૨ કલાક બાદ તમારા વાળને સાફ પાણીથી ધોઈ લો. બેસન વાળના મૂળને તાજગી આપવાની સાથે વાળના ગ્રોથને પણ વધારે છે. દહીંમાં ભરપુર માત્રામાં એન્ટી-ઓકિસડેન્ટ અને બેકટેરીયા હોય છે. જે વાળના મૂળમાં જામેલ ગંદકીને સાફ કરી તેને સ્વસ્થ બનાવે છે.

 બેસનમાં મેયોનીઝ મિકસ કરી વાળમાં લગાવો. તે પેસ્ટ વાળને મોશ્ચરાઈઝ કરવાની સાથે તેને ડીપ કંડીશ્નીંગ પણ આપે છે.

(10:39 am IST)