દેશ-વિદેશ
News of Monday, 13th September 2021

નોર્થ કોરિયાએ પોતાના 73મો સ્થાપના દિવસની કરી ઉજવણી

નવી દિલ્હી: ત્રણ દિવસ પહેલા નૉર્થ કોરિયાએ પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ અવસરે તાનાશાહ કિમ જોંગે હથિયારોનુ પ્રદર્શન કર્યુ નહીં તો તમામ હેરાન થઈ ગયા. જોકે હવે એક વાર ફરી કિમ જોંગે પોતાના દુશ્મનોને તાકાત બતાવવા માટે નવી ચાલ રમી છે. નૉર્થ કોરિયાએ હવે લૉન્ગ રેન્જ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ. નૉર્થ કોરિયાની સેન્ટ્રલ એજન્સીએ મિસાઈલ પરીક્ષણની તસવીર પણ જારી કરી છે. એક અખબારમાં મિસાઈલ પરીક્ષણનુ વર્ણન કરનાર એક લેખની સાથે બે તસવીર છાપવામાં આવી છે જેમાં એક મિસાઈલને લૉન્ચ અને આકાશમાં ઉડતી દર્શાવવામાં આવી છે. જાણકારી અનુસાર, 1500 કિલોમીટરની રેન્જવાળા આ મિસાઈલને સફળતાની સાથે લૉન્ચ કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલોએ પોતાના લક્ષ્‍યને ભેદ્યા પહેલા 7,580 સેકન્ડમાં 1500 કિલોમીટરનુ અંતર નક્કી કર્યુ. જોકે સરકારી રિપોર્ટ અનુસાર કિમ જોંગ આ અવસરે હાજર રહ્યો નહોતો.

(6:10 pm IST)