દેશ-વિદેશ
News of Monday, 13th September 2021

સરોગસીથી ૨૧ બાળકોને જન્મ આપનારી ૨૪ વર્ષની મહિલાને સંખ્યા હજી વધારવી છે

ક્રિસ્ટિનાનો પતિ મિલ્યનેર છે અને આ બાળકોના જન્મ પાછળ તેમણે કુલ ૧,૩૮,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧.૪૦ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. ક્રિસ્ટિના માટે ઘરમાં આટલાં બાળકો પૂરતાં નથી

લંડન,તા. ૧૩: જયારે કોઈ મહિલા સરોગસીની પ્રક્રિયાથી માતા બને ત્યારે પરિવારમાં, કુટુંબમાં અને સમાજમાં તેને એક ઊંચું અને ખાસ સ્થાન મળે છે. જોકે યુરોપ અને એશિયામાં અડધો હિસ્સો ધરાવતા જયોર્જિયા દેશની ૨૪ વર્ષની ક્રિસ્ટિના ઓઝટર્કનો કિસ્સો અનોખો છે. તે ૧૭ વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ બાળકને નેચરલ બર્થ આપ્યો એ પછી માત્ર ૧૦ મહિનામાં તેણે ૧૦ બાળકોને સરોગસીની પ્રોસેસથી જન્મ આપ્યો હતો.

ત્યાર પછીનાં પાંચ-છ વર્ષમાં ક્રિસ્ટિનાએ વધુ બાળકોને સરોગસીથી જન્મ આપ્યા છે. અત્યારે તે અને તેનો પતિ ગેલિપ કુલ ૨૧ સરોગેટ બાળકોના પેરન્ટ્સ છે. ક્રિસ્ટિનાનો પતિ મિલ્યનેર છે અને આ બાળકોના જન્મ પાછળ તેમણે કુલ ૧,૩૮,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧.૪૦ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. ક્રિસ્ટિના માટે ઘરમાં આટલાં બાળકો પૂરતાં નથી. તે હજી વધુ  બાળકોને સરોગસીથી જન્મ આપવા માગે છે. ક્રિસ્ટિના-ગેલિપે બંગલામાં તમામ બાળકોની સારસંભાળ માટે કુલ ૧૬ આયા રાખી છે. 

(10:12 am IST)