દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

શ્રીલંકામાં હિન્દૂ મંદિરોને લઈને થયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી:શ્રીલંકાની સરકાર હિંદુ મંદિરોમાં પશુ-પક્ષીની બલિ પર પ્રતિબંધ લગાડશે. સરકારના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે હિંદુ ધાર્મિક બાબતોનાં મંત્રાલયે આ પ્રસ્તાવને આગળ વધાર્યો છે અને મોટા ભાગનાં ઉદારવાદી જૂથોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

કેટલાક હિંદુઓ પોતાના દેવી દેવતાઓને રાજી કરવા માટે મંદિરોમાં બકરી, ભેંસ કે મરઘીની બલિ ચડાવતા હોય છે.

પણ શ્રીલંકામાં બહુમતી સંખ્યામાં વસતા બૌદ્ધ લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ટીકાકારો આ પ્રથાને ક્રૂર ગણાવે છે.

હિંદુઓ સિવાય મુસલમાનો પણ પોતાના ધાર્મિક પ્રસંગોમાં પશુઓની બલિ આપતા હોય છે. પશુઓનાં અધિકારો માટે કામ કરનારા અને બૌદ્ધ સંગઠનો તેનાથી નારાજ છે.

 

(6:40 pm IST)