દેશ-વિદેશ
News of Thursday, 13th September 2018

અધધધ મધમાખીઓ શરીર પર ઓઢી, પરંતુ રેકોર્ડ તોડવાનું સપનું બીજીવાર પણ અધુરૂ રહ્યું

સાઉદી અરેબિયાના ઝુહેર કટાની નામના મધમાખી-ઉછેરકે તાજેતરમાં શરીર પર ોગભગ ૧૦૦ કિલો મધમાખીઓ ઓઢીને રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે એક કલાક સુધી મધમાખીઓના ઢેરની વચ્ચે ઢબુરાયા પછી પણ રેકોર્ડ તોડવાની મંશા અધુરી રહી ગઇ. ઝુહૈર આ  બીજી વાર પણ અનલકી રહ્યો હતો. ગયા વર્ષે પણ તેણે નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. હાલમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ રુઆન લિઆન્ગમિન્ગ નામનાચાઇનીઝના નામે છે. તેણે ૬૩.૭ કિલો મધમાખીઓ શરીરે ઓઢી હતી. ઝુહૈરે રેકોર્ડ બનાવવા માટેના પ્રયત્ન માટે ોગભગ ૧૨ રાણી માખી પોતાના શરીર પર મુકી હતી અને એને કારણે ઘણીબધી સાદી મધમાખીઓ તેની તરફ ખેંચાઇ આવી હતી. ધીમે ધીમે કરતાં એવું લાગી રહ્યું હતું કે કદાચ વધુ મધમાખીઓ તેના પર ખેંચાઇ આવશે, પણ એક કલાક સુધી તે ઉભો રહ્યો, પરંતુ રેકોર્ડ પાર ન થઇ શકયો. એક કલાક સુધી ઝુહૈર સહેન હલી ગયો અને એવામાં એક રાપી માખી તેના શરીર પરથી ઉડી ગઇફ અ. રાણીની પાવળ શજારો માખીઓ ઉભી થઇને ચાલી જતાં રેકોર્ડબ્રેક સંખ્યામાં મધમાખીઓનું આકર્ષવાનો તેનો મનસુબો અધુરો રહી ગયો.

(3:46 pm IST)