News of Wednesday, 12th September 2018
આઈએસે લીબિયામાં થયેલ હુમલાની જવાબદારી લીધી
નવી દિલ્હી: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીબિયાની સરકારી તેલ કંપની એનઓસીના રાજધાની ત્રિપોલી સ્થિત મુખ્યાલય પર થયેલ હુમલાની જવાબદારી લીધી છે આઈએસની સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે ત્રિપોલીના એનઓસી કાર્યાલય પર થયેલ હુમલામાં કંપનીના બે કર્મચારી મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10ને ઇજા પહોંચી છે આ હુમલામાં ત્રણ બંદૂકધારીઓએ લોકો પર પણ ગોળીબારી કરી હતી.
(5:21 pm IST)