દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

ચોખાનાં ખેતરો પર્યાવરણ માટે જોખમી?

મુંબઇ તા.૧૨: ચોખાના પાકને ભરપુર પાણી જોઇતું હોવાથી ખેતરોને પાણીથી ભરેલાં રાખવામાં આવે છે, પણ એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે એવો એક અહેવાલ અમેરિકાની એન્વાયર્નમેન્ટ ડિફેન્સ ફન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે. આ રિસર્ચ મુજબ ચોખાનાં ખેતરોમાંથી નાઇટ્રસ ઓકસાઇડ નામનો ગેસ નીકળે છે અને એ પર્યાવરણને મિથેન ગેસ જેટલો જ હાનિકારક છે. ભારતમાં અનેક રાજયોમાં ચોખના ખેતરો છે. આ સિવાય ચીન, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને બાંગ્લા દેશમાં પણ ચોખાનાં ખેતરો છે. એવું કહેવામાં આવ્યું છે કે ચોખાના ખેતરોમાંથી નીકળતો નાઇટ્રસ ઓકસાઇડ ગેસ કોલસા આધારિત ૬૦૦ પ્લાન્ટમાંથી નિકળે એટલો ગેસ હવામાંં ફેંકે છે.(૧.૩)

 

(12:12 pm IST)