દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

સાવધ વ્યકિતઓને પીડાની સંવેદના ઓછી થાય

નવીદિલ્હી તા.૧૨: હંમેશા સાવધ રહેવાનો સ્વભાગ ધરાવતી વ્યકિતઓને પીડાનો અહેસાસ ઓછો થતો હોવાનું સંશોધન અમેરિકાના નોર્થ કેરોલિનાના એક મેડિકલ સેન્ટરના વિજ્ઞાનીઓએ કર્યું છે. સાવધ કે કાળજી રાખવાનો સ્વભાવ હોય એવી વ્યકિતઓને પીડાના સમયે મગજમાં વેદનાની લાગણી પેદા કરતાં બિંદુઓ નિષ્ક્રિય બને છે. એ સ્થિતિ હાલની પીડા બાબતે જાગૃતિ હોય, પણ લાગણી કે જજમેન્ટની દ્રષ્ટિએ ત્યાં કોઇ પ્રતિક્રિયા ન હોય એવું બને છે. એથી પીડાનું સંવેદન ઓછું હોય છે. ૧૦૦ જણના અભ્યાસમાં જુદા-જુદા સંજોગોમાં દરેક વ્યકિતના સ્વભાગ અને એની ન્યુરોલોજિકલ સિચુએશન્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પીડાના સંવેદનનો તાગ મેળવવા માટે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. એમાં પોતાની જાત વિશેના વિચારો અને વિચારોના સ્વેેરવિહાર સાથે સંબંધિત મગજના ભાગોની સ્થિતિનું નિરીક્ષણ કરીને વ્યકિતને કેવા સંજોગોમાં કેટલી દુઃખની લાગણી થાય છે એનો કયાસ કાઢવામાં આવ્યો હતો.(૧.૩)

(12:08 pm IST)