દેશ-વિદેશ
News of Wednesday, 12th September 2018

બોલતા તો બધાને આવડે છે..પણ શું તમને સાંભળતા આવડે છે?

લોકો હંમેશા સારૂ સારૂ બોલવાનો પ્રયાસ કરે છે. લોકો પોતાને અભિવ્યકત કરવાની કળામાં માહિર હોય છે. પરંતુ, જેટલુ સારૂ વકતા બનવુ છે એટલુ જ જરૂરી સારા શ્રોતા બનવુ પણ છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકોને બીજાનું સાંભળવુ પસંદ હોતુ નથી. પરંતુ, જીવનમાં સફળ વ્યકિત બનવા માટે સારા શ્રોતા હોવુ પણ જરૂરી છે. તો જાણો સારા શ્રોતા બનવા માટે શું જરૂરી છે.

શા માટે સારા શ્રોતા બનવુ?

. નવા લોકોને મળવા અને સંબંધ  બનાવવા માટે

. પોતાની ભાવનાને વ્યકત કરવા માટે

.  કોઈને સારી જાણકારી પ્રદાન કરવા માટે

. આપણી વાત મનાવવા માટે

 સારા શ્રોતા કેવી રીતે બનવું?

.  સારા શ્રોતા વાતોમાં રહેલ સંદેશ અને તેના અર્થ ઉપર ધ્યાન આપે છે.

. સારા શ્રોતા આખી વાત સાંભળે છે. વચ્ચે કયારેય કોઈની વાત કાપતા નથી.

. સારા શ્રોતા પોતાના જાણકારીથી વકતાના સંદેશાને જોડવાનો પ્રયાસ કરે છે.

. એક સારા શ્રોતા વાત સાંભળવાની સાથે વકતાના હાવભાવ અને અવાજની તીવ્રતા ઉપર પણ ધ્યાન આપે છે.

. એક સારા શ્રોતા વાત પૂરી થઈ ગયા બાદ તેના પર વિચાર કરે છે અને પોતાના કામની વાતો યાદ રાખે છે.

(9:45 am IST)