દેશ-વિદેશ
News of Saturday, 13th August 2022

યુકેમાં આવેલ છે દુનિયાનો સૌથી ઘાતકી બગીચો

નવી દિલ્હી: યુકેમાં આ દુનિયાનો સૌથી ઘાતકી બગીચો છે જે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 100થી વધારે ઘાતકી છોડ ધરાવતા આ બગીચા વિશે વાંચો. બગીચાના લોખંડના કાળા રંગના દરવાજે ચેતવણી આપતા સ્પષ્ટ લખ્યું છે, "આ છોડ તમને મારી પણ શકે છે." આ ચેતવણી કોઈ મજાક નથી, કેમ કે આ લોખંડના કાળા દરવાજાની પાછળનો બગીચો દુનિયાનો સૌથી ઘાતકી બગીચો ગણાય છે અને હવે તેને મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડના નૉર્થમ્બરલૅન્ડમાં આવેલા આ ઝેરી બગીચા 'એલ્નવિક ગાર્ડન'ની સ્થાપના વર્ષ 2005માં થઈ હતી. અહીં 100 કરતાં વધારે ઝેરી અને માદક છોડ છે. ઝેરી બગીચાના ગાઇડ ડીન સ્મિથ કહે છે, "મુલાકાતીઓને પ્રવેશ આપતા પહેલાં તેમને સુરક્ષા મામલે માહિતી આપવામાં આવે છે." મુલાકાતીઓને સૂચના આપવામાં આવે છે કે અહીં કોઈ છોડને સ્પર્શવા, સૂંઘવા કે ચાખવાની મનાઈ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે જો કોઈ મુલાકાતી આવું કરે છે તો તે ચાલતાં-ચાલતાં જ બેભાન પણ થઈ જાય છે.

(5:30 pm IST)