ગુગલ સ્ટ્રીટ વ્યુ નિહાળતા પતિ ચોંક્યો : પત્ની બોયફ્રેન્ડની બાહોમાં !! ચહેરો બ્લર હતો પરંતુ વસ્ત્રોથી ઓળખી કાઢી રંગેહાથ ઝડપી પાડી
પેરુની રાજધાનીમાં લફરાંનો જબરો કિસ્સો : આખરે બંનેએ છૂટાછેડા લેવા નિર્ણંય કર્યો
લીમા, ગૂગલ મેપ મારફતે કોઈ પરણિત મહિલાના અન્ય પુરુષ સાથેના છાનગપતિયા પકડી પાડ્યા હોય તેવો એક કિસ્સો પેરુમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીના લફરાને ગૂગલ મેપની મદદથી પર્દાફાશ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પેરુના એક વ્યક્તિએ ગૂગલ મેપ્સ પર રાજધાની લીમાની સ્ટ્રીટ વ્યૂ જોઈ રહ્યો હતો. આ દરમિયાન એક દ્રશ્ય જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ના બેઠો. વાસ્તવમાં સ્ટ્રીટ વ્યૂ દરમિયાન તેની પત્ની એક અન્ય પુરુષ સાથે પ્રેમમાં મશગુલ જોવા મળી હતી.
આ પરણિત મહિલા અને તેના બૉયફ્રેન્ડને લાગ્યું કે, અહીના રાવીન બ્રિજ પાસે તેઓ સેફ છે અને અહીં તેમને કોઈ જોઈ નહીં શકે. જો કે ગૂગલ મેપની નજરથી તેઓ ના બચી શક્યા.
થયું એવું કે, 360 ડિગ્રી કેમેરાથી સજ્જ એક કારના કેમેરામાં આ કપલ આવી ગયું હતુ. મહિલાએ બ્લેક ટૉપ, સફેટ શર્ટ અને બૂટ પહેર્યા હતા. મહિલાના પતિએ તરત જ તેને ઓળખી લીધીત જો કે નિયમ પ્રમાણે, કેમેરામાં તેનો ચહેરો બ્લર દેખાતો હતો, પરંતુ પતિએ વસ્ત્રોથી પોતાની પત્નીને ઓળખી કાઢી. પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ હોવાનું જાણ્યા બાદ પત્નીએ પતિ સાથે જીભાજોડી કરી અને આખરે બન્ને જણાએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.