દેશ-વિદેશ
News of Tuesday, 13th July 2021

ચીનના પૂર્વ વિસ્તારમાં જિઆંગસુ પ્રાંતના સુઝહુ શહેરમાં એક હોટલની ઇમારત ધરાશાયી થતા આઠ લોકોના મોત

નવી દિલ્હી: ચીનના પૂર્વ વિસ્તારમાં સ્થિત જિઆંગસુ પ્રાંતના સુઝહૂ શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક હોટલની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં.અને નવ લોકો લાપતા હોવાના અહેવાલ છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ઘટના સોમવારે (12 જુલાઇ) બપોરના 3:30 વાગ્યે બની હતી. તે દરમિયાન 23 લોકો કાટમાળ નીચે દબાઇ ગયાં હતાં. મંગળવારે (13 જુલાઈ) સવારે 7 વાગ્યે 14 લોકો અન્ય મળી આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ સુરક્ષિત રીતે બચી ગયો હતો. સમય દરમિયાન પાંચની સ્થિતિ સામાન્ય છે. જોકે, નવ લોકો હજી ગુમ છે.ચીન પ્રશાસન કાટમાળને હટાવીને લોકોને બચાવવાનું કામ કરી રહ્યું છે અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે ,જે લોકો ગુમ થયા છે તેમની શોધખોળ યુદ્વના ધોરણે કરવામાં આવી રહી છે. ચીનમાં ઇમારત ધરાશયી થતાં લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

(6:38 pm IST)