દેશ-વિદેશ
News of Monday, 13th July 2020

અમેરિકન નેવીમાં પ્રથમવાર આ મહિલાએ અશ્વેત પાયલોટ બનીને ઇતિહાસ રચી દીધો

નવી દિલ્હી: અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વેત અને અશ્વેતને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન, આફ્રિકન-અમેરિકન લેફ્ટનન્ટ મેડલિન સ્વીગલે અમેરિકન નેવીમાં પ્રથમ અશ્વેત ફીમેલ પાઇલટ બનીને ઇતિહાસ રચ્યો છે. યુએસ નેવીએ તેની એક ટ્વિટ દ્વારા માહિતી આપી હતી. યુએસ નેવીએ ટ્વીટ કર્યું છે કે જે. જી.મેડલિન સ્વીગલે નૌસેન્ય ફ્લાઇટ સ્કૂલ પૂર્ણ કરી અને મહિનાના અંતમાં તેણીને ફ્લાઇટ ઓફિસર બેજ પ્રાપ્ત થશે, જે વિંગ્સ ઓફ ગોલ્ડ તરીકે ઓળખાય છે.

              તેના નેવલ એર ટ્રેનિંગ કમાન્ડે અહેવાલ આપ્યો છે કે, સ્વીગલ નેવીની પહેલી જાણીતી અશ્વેત સ્ત્રી વ્યૂહાત્મક પાઇલટ છે. તેની સાથે મેડલિન સ્વીગલની બે તસવીરો તે ટ્વીટમાં પોસ્ટ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, "સ્વીગલ વર્જિનિયાની રહેવાસી છે અને તેણે 2017 માં યુએસ નેવલ એકેડેમીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેને ટેક્સાસના કિંગ્સવિલેમાં રેડહોક્સ ઓફ ટ્રેનિંગ સ્ક્વોડ્રોનની જવાબદારી સોંપવામાં આવી છે.

(6:10 pm IST)