દેશ-વિદેશ
News of Saturday, 13th July 2019

સાઈબેરિયામાં કાર દુર્ઘટનામાં 10 લોકોના મોત

નવી દિલ્હી: રશિયામાં સાઇબેરીયાના તુવા વિસ્તારમાં એક કાર નદીમાં પડી જવાના કારણે 10 લોકો મોતને ભેટ્યા છે રશિયાની સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના બાઈ-ટીજિસ્કી જિલ્લામાં શૂઈ નદીને  પસાર કરતી વેળાએ વાહન પલ્ટી ખાતા આ દુર્ઘટના સર્જાઈ હતી નદીમાંથી હજુ સુધી દસ મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનાના સમયે કારમાં 12 લોકો મુસાફરી કરતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:23 pm IST)