દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

‘‘ફલાઇંગ કાર'' : અમેરિકાના કેલિફોર્નિયામાં શરૂ કરાયેલ ઉડતી કારઃ પાઇલોટ લાયસન્‍સની જરૂર નથીઃ કલાકના ૬ર માઇલની ઝડપે ઉડતી બ્‍લેક ફલાઇ નામક આ કારની ઉડાન મર્યાદા રપ માઇલ (૪૦ કિ.મી.)

કેલિફોર્નિયાઃ   અમેરિકાના કેલિફોર્નિયામાં હવે ફલાઇંગ કાર એટલે કે હવામાં ઉડાડી શકાતી કારની શરૂઆત કરાઇ છે. આ કારની વિશેષતા એ છે કે  તે ચલાવવા માટે પાઇલોટ તરીકેના લાયસન્‍સની પણ જરૂર નથી.

બ્‍લેક ફાઇલ નામથી ઓળખાતી આ કાર રપ માઇલ (૪૦ કિલોમીટર) સુધી ઉડી શકે છે.  જેની સ્‍પીડ પ્રતિ કલાક ૬ર માઇલની છે.

આ બ્‍લેક ફાઇલના ઉત્‍પાદકોના જણાવ્‍યા મુજબ તે સ્‍પોર્ટસ યુટિલીટી કારની કિંમત જેટલા ભાવમાં પડી શકે છે.  જો કે શરૂઆતના મોડલ વધારે કિંમતના હોઇ શકે છે.

૧ર જુલાઇ ર૦૧૮ ગુરૂવારથી બજારમાં મુકાયેલી આ ફલાઇંગ કારમાં ગુગલના કો-ફાઉન્‍ડર લેરી પેજએ રોકાણ કર્યુ છે.

(11:10 pm IST)