દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

કોન્ડમના વપરાશ માં બાવન ટકાનો ઘટાડો, ઇમર્જન્સી પિલ્સનું વેચાણ વધી ગયું

નવી દિલ્હી તા ૧૩ : દેશમાં ટોટલફર્ટિલીટી-રેટમાં ઘટાડો થવાની સાથે ને પરિવાર-નિયોજનનાં સાધનોના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્વાસ્થય મંત્રાલયે ૨૦૦૮ થી ૨૦૧૬ સુધીના સમયગાળા દરમ્યાન કરેલા સર્વેના આધારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે ગત ૮ વર્ષમાં કોન્ડમના વેચાણમાં બાવન ટકાનો ઘટાડો થયો છે. ગર્ભપાતના કિસ્સા ૭૫ ટકા જેટલા ઘટી ગયા છે. ખેશમાં વસ્તીવધારા પર નિયંત્રણ લાવવા માટે પરિવાર-નિયોજનની જરૂર છે ત્યારે કોન્ડમના વેચાણમાં ઘટાડો થવો દુર્ભાગ્યપૂર્ણ છે. દેશમાં હવે ઘણા કપલ્સ હવે પરિવાર નિયોજન માટે ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ અને ગર્ભપાતનો પ્રયોગ કરે છે. જોકે આ મહિલાઓના શરીર માટે જોખમી છે.પિલ્સનો ઉપયોગ માત્ર ઇમર્જન્સીમાં જ કરવાનો હોય છે છતાં મહિલાઓ એને નિયમીત રીતે લઇ રહી છે. આપિલ્સની સાઇડ-ઇફેકટ્સ ઘણી છે, જેમાં ઇન્ફર્ટિલિટી પીરીયડ્સ સાઇકલમાં અનિયમિતતા અને  પીરિયડ્સ વખતે વધારે પડતા બ્લીડીંગ જેવી સમસ્યાનો સમાવેશ છે. મહિલાઓ ગર્ભપાત માટે પણ  કિલનિકમાં જવાને બદલે જાતે દવાઓ લઇને ગર્ભને પાડવાની કોશિશ કરે છે જે તેમના માટે ખતરનાક છે.

(3:47 pm IST)