દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

ટમેટુ બ્લેકહે્ડસની સમસ્યાને દૂર કરે છે

ટમેટુ કોઈ પણ ભોજનના સ્વાદને બમણો કરે છે. પરંતુ, તમે માત્ર તેને ભોજનમાં જ ઉપયોગ કરી શકો છો તેવુ નથી, તમે તેનો સૌંદર્ય સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં પણ ઉપયોગ કરી શકો છો. એવી જ એક સમસ્યા છે બ્લેકહેડ્સ. તમે તમારા ચહેરા ઉપરથી બ્લેકહેડ્સને દૂર કરવા ઈચ્છો છો તો ટમેટાનો ઉપયોગ કરો.

ટમેટાને તમે બેકિંગ સોડા સાથે મિકસ કરી તમારી ત્વચા ઉપર એપ્લાય કરી શકો છો. તેના ઉપયોગ માટે એક બાઉલમાં ટમેટાની પેસ્ટ અને બેકિંગ સોડા બરાબર માત્રામાં મિકસ કરો. ત્યારબાદ તમે ચહેરા પર લગાવી થોડીવાર રાખો. ત્યારબાદ ચહેરો ધોઈ લો. તમને બ્લેકહેડ્સની સમસ્યાથી છૂટકારો મળશે.

તમારી ત્વચા ઓઈલી છે, તો ટમેટાને મુલ્તાની માટી સાથે મિકસ કરી ઉપયોગ  કરો. તેના માટે એક વાટકામાં બે ચમચી ટમેટાનો રસ નાખી, તેમાં ૧ ચમચી મુલ્તાની માટી અને એક ચમચી દહીં નાખી મિકસ કરો અને હવે તમારી ત્વચા પર એપ્લાઈ કરો. થોડી વાર બાદ ચહેરો ધોઈ લો.

(10:20 am IST)