દેશ-વિદેશ
News of Friday, 13th July 2018

ગર્ભાવસ્થામાં ધીમા અવાજે ગીત સાંભળવાથી બાળકના સ્વાસ્થ્યને ફાયદો

૫૦ ડેસીબલથી વધારે અવાજે ગીત સાંભળવાથી બાળકના સ્વાસ્થ્યને નુકશાન

પ્રેગ્નન્સી કેર

ગર્ભાવસ્થામાં પાંચમા મહિના બાદ ગર્ભમાં ઉછરી રહેલ બાળક માંના અવાજને સાંભળીને પ્રતિક્રીયા આપવાનું શરૂ કરી દે છે. ગર્ભાવસ્થા દરમિયાન હેડફોન લગાવી ધીમા અવાજે ગીત સાંભળવુ ફાયદાકારક હોય છે. તેનાથી બાળકનો શારિરીક વિકાસ સારી રીતે થાય છે.

બાળકનું માં સાથે જોડાણ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સાથે ગર્ભમાં રહેલ બાળકનું સીધુ જોડાણ હોય છે. ધીમા અવાજે મ્યુઝીક સાંભળવાથી તનાવ ઓછો થાય છે, જેનો લાભ બાળકને મળે છે. ૫૦ ડેસીબલથી વધારે અવાજમાં મ્યુઝીક સાંભળવાથી બાળકની શ્રવણ શકિત ઉપર પણ ખરાબ અસર પડે છે.

મગજ તેજ થાય છે

ઘોંઘાટવાળી જગ્યાએ ન જવું. ગર્ભાવસ્થાના સમયે વિચાર સકારાત્મક રાખવા જોઈએ. ઉંચા અવાજે બોલવાથી પણ બાળકના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. વડિલો સલાહ આપે છે કે ગર્ભાવસ્થામાં મહિલાઓએ પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવાથી ગર્ભમાં રહેલ બાળકનો મગજ તેજ થાય છે.

મગજ પર અસર

ગર્ભવતી મહિલાઓને તનાવ, હાઈપર ટેન્સન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની અસર ગર્ભમાં રહેલ બાળકના સ્વાસ્થ્ય ઉપર પડે છે. પાંચમા મહિનામાં બાળકના કાનની અંદરનો અને બાહ્ય ભાગ વિકસીત થવા લાગે છે. ૮ કલાકથી વધુ સમય સુધી વધુ ઘોંઘાટમાં રહેવાથી બાળકના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે.

(10:18 am IST)