દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

AN-32 વિમાનના કાટમાળ પાસે પહોંચી બચાવ ટુકડીઃ ૧૩ માંથી કોઇ બચ્યુ નહી

૧૫ સભ્યોની ટીમ હેલિડ્રોપ કરીને પહોંચીઃ સભ્યોના નામની પુષ્ટિકરી

ઇટાનગર, તા.૧૩: અરુણાચલના સિયાંગ જિલ્લામાં ભાતીય વાયુસેનાના દુર્દ્યટનાગ્રસ્ત માલવાહક વિમાન એએન-૩૨જ્રાક્નત્ન સવાર વાયુસેનાના તમામ ૧૩ જવાનોના મોત થયા છે. મંગળવારે વિમાનનો કાટમાળ મળ્યા બાદ ત્યાં સુધી પહોંચેલા બચાવ દળે આ અંગેની પુષ્ટિ કરી છે. આ દુૅંખદ દુર્દ્યટનામાં મરેલા તમામ લોકોના પરિવારોને આ અંગેની જાણ કરવામાં આવી છે. ૧૫ સભ્યો સાથેનું બચાવ દળ સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચ્યું હતું. કાટમાળની તપાસ કરતા વિમાનમાં સવાર એકપણ વ્યકતિ જીવીત મળી નહતી.

બુધવારે ૧૫ સભ્યોની બચાવ ટુકડીને હેલિડ્રોપ કરવામાં આવ્યા હતા. જેમાં એરફોર્સ, આર્મીના જવાનો તેમજ પર્વતરોહકોનો સમાવેશ થતો હતો. બચાવ ટુકડીને એરલિફ્ટ કરીને વિમાનના કાટમાળ નજીક લઈ જવામાં આવ્યા અને ત્યાં ઉતારવામાં આવ્યા હતા. મંગળવારે આઠ દિવસથી ગુમ થયેલા વાયુસેનાના વિમાનનો કાટમાળ મળી આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. વાયુસેનાના વિમાન ખ્ફ-૩૨દ્ગટ કાટમાળ અરુણાચલના સિયાંગ જિલ્લામાંથી મળ્યો હતો. દુર્દ્યટના સ્થળ દ્યણું ઊંચાઈએ હોવાથી તેમજ ગીચ જંગલને પગલે કાટમાળ સુધી બચાવ ટુકડીને પહોંચવું પડકારરૂપ હતું.

બચાવ ટુકડીને ત્યાં પહોંચવા માટે દ્યણી મુશ્કેલી પડી હતી. વિમાન દુર્દ્યટનામાં મૃત્યુ પામેલા પૈકી ૬ અધિકારીઓ અને ૭ એરમેન હતા. ઈસ્ટ અરુણાચલનો પર્વતિય વિસ્તાર દ્યણો રહસ્યમસ માનવામાં આવે છે અને બીજા વિશ્વ યુદ્ઘ વખત દુર્દ્યટનાગ્રસ્ત થયેલા વિમાનોનો કાટમાળ મળી અનેક વખત મળી આવે છે. વાયુસેનાનું વિમાન દુર્દ્યટનાગ્રસ્ત થયું હતું તે સ્થળ ૧૨ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે.

(3:26 pm IST)