દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

બર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાયેલો માછીમાર ૧૧ દિવસ પેશાબ પીઇને જીવતો રહ્યો

બીર્જીગ તા.૧૩: ચીનનો નિયાન નામનો બાવન વર્ષનો માછીમાર ચીનના દક્ષિણ પૂર્વીય કિનારાથી ૬૩ કિલોમીટર દુર ફસાઇ ગયો હતો. માછલી પકડવા નીકળેલો નિયાન ૧૦ મેથી ત્યાં ફસાયેલો અને જીવતો રહેવા માટે તેણે પૂરા ૧૧ દિવસ સંઘર્ષ કર્યો હતો.  તે જ્યાં ફસાયેલો હતો ત્યાંથી પાછા જીવિત ફરવું મુશ્કેલ હતું. તે બર્મુડા ટ્રાયેન્ગલમાં ફસાઇ ગયો હતો અને સમુદ્રમાં ભટકી ગયો હતો. ઝડપી પવન,ભયંકર લહેરો અનેે ખરાબ વાતાવરણને કારણે તેની પેટ્રોલ-બોટ આ ટ્રાયેન્ગલમાં અટકી ગઇ હતી. તેણે માછલીને ખવડાવવા માટેના દાણા ખાઇને અને પોતાનું જ યુરિન પીને જીવન ટકાવી રાખ્યું હતું. છેક ૧૧મા દિવસે એક કાર્ગો શિપે નિયાનની બોટ જોતા તેને ઉગારી લીધો હતો. બીજી તરફ નિયાનના ઘરવાળાઓ તેને શોધી રહ્યા હતા અને જેમ-જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમને નિયાત જીવતો પાછો ફરવાની આશા રહી નહોતી.

(3:26 pm IST)