દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

યુએસની સુપ્રસિદ્ધ ગાયીકા બ્રિટની સ્પીઅર્સ અને બોયફ્રેન્ડ મિયામી બીચ પર દેખાયા

જેટ સ્કી તેમજ બોટિંગનો લ્હાવો પણ લીધો

લોસ એંજલ્સ:સુપ્રસિદ્ધ અમેરિકી ગાયિકા બ્રિટની સ્પીઅર્સ એના બૉય ફ્રેન્ડ કમ ટ્રેનર સામ અસગરી સાથે મિયામીના બીચ પર દેખાઇ હતી.

૩૭ વર્ષની બ્રિટની અને ૨૫ વર્ષના સામે ટાઇટેનિક ફિલ્મના યાદગાર દ્રશ્યને બોટમાં ભજવ્યું હતું અને બંને ખુશમિજાજ દેખાતાં હતાં એમ વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.

આ બંને ગયા વીક એન્ડમાં મિયામી બીચ પર દેખાયાં હતાં. એમણે હૉટલનો એવો રૃમ પસંદ કર્યો હતો જ્યાંથી સતત દરિયાનાં મોજાં દેખાતાં હોય. બંનેએ બીચ પર સારો એવો સમય ગાળ્યો હતો અને જેટ સ્કી તેમજ બોટિંગનો લ્હાવો પણ લીધો હતો. બ્રિટની સાહસિક સ્વભાવની છે એટલે કશાથી ડરતી નથી. આ બંનેએ ટાઇટેનિક ફિલ્મના ઉત્તેજનાભર્યાં દ્રશ્યો ભજવીને આનંદ માણ્યો હતો.

(1:21 pm IST)