દેશ-વિદેશ
News of Thursday, 13th June 2019

'ફીવર ડ્રીમ' શા માટે ? સાયન્સ શું કહે છે?

માંદગી દરમ્યાન આવતા સ્વપ્નને 'ફીવર ડ્રીમ' કહેવાય છે

લગભગ દરેક વ્યકિતએ તાવ અને શરીર તુટવું, કળતર, ઠંડી લાગવી જેવા તેના લક્ષણોનો અનુભવ કર્યો જ હશે. તમે પણ કદાચ તાવ દરમ્યાન ચિત્ર વિચીત્ર સ્વપ્નો જયારે બિમાર હો અને ઉંઘવાનો પ્રયત્ન કરતા હો ત્યારે જોયા હશે.

બિમારી દરમ્યાન આવતા ચિત્ર વિચીત્ર સ્વપ્નાઓને ફીવર ડ્રીમ કહેવામાં આવે છે. જો કે આ બાબતે વૈજ્ઞાનીક રીતે બહુ લખાયું નથી.

ર૦૧૩ માં કરવામાં આવેલા એક નાનકડા અભ્યાસમાં તાવના લક્ષણો ધરાવતા કેટલાક લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાંથી કેટલાક લોકોએ પોતાને આવેલા વિચીત્ર સ્વપ્ન વિષે જણાવ્યું હતું. જેમાંથી એક વ્યકિતએ કહયું હતું કે પહેલા એક વાર આવેલા તાવ વખતે મને જે સ્વપ્ન આવ્યું હતું કે જ સ્વપ્ન મને હમણા તાવ આવ્યો ત્યારે આવ્યું હતું. બીજી એક વ્યકિતએ જણાવ્યું હતું કે મને સ્વપ્નમાં તેણે પોતાની જાતને ફરી ફરીને સારી અને દુઃખદ પરિસ્થિતમાં જોઇ હતી.

ર૦૧૬ ના એક અભ્યાસમાં કેટલાક લોકો બિમાર હતા ત્યારના અને તંદુરસ્ત હતા ત્યારના સ્વપ્નાઓના પ્રકારો નોંધવામાં આવ્યા હતાં. જર્મનીની સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થમાં સ્લીપ રીસર્ચ એન્ડ સાઇકીઆ ટ્રીના પ્રોફેસર અને આ અભ્યાસના સહલેખક મીચેલ શ્રેડલ કહે છે કે ફીવર ડ્રીમ્સ, નોર્મલ સ્વપ્ન કરતા વધારે નકારાત્મક અને ઓછા સામાજીક સંવાદિતા ધરાવતા હોય છે.

તેના અભ્યાસનું તારણ છે કે લગભગ લોકોને ફીવર ડ્રીમ્સનો અનુભવ થયો જ હોય છે અને તેમાંથી લગભગ ૯૪ ટકા લોકોએ ફીવર ડ્રીમ્સ નકારાત્મક હોવાનું જણાવ્યું હતું. લોકોને સ્વપ્નમાં બહુ ચણકાય પ્રાણીઓ, કદાવર જંતુઓ અને ચાર બાજુ ધીમે ધીમે કાળાશ ફેલાઇ રહી હોય તેવું દેખાયું હતું.

તાવના કારણે આવા ચિત્ર વિચિત્ર સ્વપ્નો કેમ દેખાય છે તેના જવાબમાં શ્રેડલ અને તેના સહલેખકોએ તેમના અભ્યાસ પત્રમાં લખ્યું છે કે મગજના ઉષ્ણાતામાનમાં ફેરફારો થવાથી મગજની સામાન્ય પ્રક્રિયા ખોરવાય છે. મગજ યોગ્ય રીતે કામ ન કરી શકતું હોવાથી આવા ચિત્ર વિચીત્ર પ્રકારના સ્વપ્નો  આવતા હોય છે.

સ્લીપ રીસર્ચરો એટલું જાણી શકયા છે કે મોટા ભાગના સ્વપ્નો આપણી સ્લીપ સાયકલમાં રેપીડ આઇ મુવમેન્ટ (આરઇએમ) સ્ટેજમાં આવતા હોય છે. આપણા શરીરના ઉષ્ણાતામાનને જાળવવા માટે આરઇએમ અને જરૂરી હોય છે. તાવ દરમ્યાન આરઇએમ ડીસ્ટર્બ થાય છે. અને તેના કારણે જે તે વ્યકિતના સ્વપ્નોના પ્રકાર પણ બદલાય છે એમ હાર્વર્ડ મેડીકલ સ્કુલના સાઇકીઆ ટ્રીના પ્રોફેસર અને સ્લીપ રીસર્ચર ડો. જે. એલન હોબસન કહે છે.

શ્રેડલ પોતાના અભ્યાસમાં એ પણ ધ્યાન દોરે છે કે માંદગીના લક્ષણો અને તેના કારણે થતી કલ્પનાઓ પણ સામાન્ય સ્વપ્નને ફીવર ડ્રીમ્સમાં ફેરવવામાં ભાગ ભજવે છે. કેટલાક લોકોને સ્વપ્નમાં સળગતા વાદળો અને ઓગળી રહેલા પૂતળાઓ દેખાય છે, શ્રેડલના કહેવા અનુસાર આનું તાવના કારણે મગજમાં ઉભી થયેલી ગરમી હોઇ શકે છે.

તેના અને તેના સાથીદારોના કહેવા અનુસાર આખો દિવસ પધારીમાં સુતા રહેવાનું અને તાવ સામે લડવાના કારણે લોકોના સ્વપ્નો નેગેટીવ અને સામાજીક સંવાદિતા વગરના બની શકે છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર) (પ-૪પ)

(11:06 am IST)