દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

ખાડામાં દફનાવેલ નવજાત બાળકી 7 કલાક બાદ જીવતી નીકળી

નવી દિલ્હી: બ્રાઝીલમાં એક નવજાત બાળકીની સાથે હ્દય કંપાવતી ઘટના બની છે ત્યાંના કૈનારાના ટાઉન શિંગુ નેશનલ પાર્કમાં રહેનાર એક કામયુરા જનજાતિના એક પરિવારે પોતાની નવજાત બાળકીને ઘરની પાછળ ખાડો ખોદીને જીવતી દાટી દીધી પોલીસને જયારે આ ઘટનાની ખબર પડી અને તે ઘટના સ્થળેજ પહોંચી ત્યારે આ ઘટના બન્યાના 7 કલાક પછી બાળકી એ ખાડામાંથી જીવતી મળી હતી પોલીસને આશંકા છે કે પરિવારે બાળકીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.

(7:02 pm IST)