દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

ચાઇનીઝ અભિનેત્રી જેવો જ લુક મેળવ્યો

પ્લાસ્ટીક સર્જરી દ્વારા બધુ જ શકય છેઃ ગ્રાહકોને આ વાત સમજાવવા ગજબનો કિમીયો કર્યો : ચેંગ્શીએ તેના બોયફ્રેન્ડની મદદથી ૮ વર્ષે અદલ ''બિંગબિંગ'' જેવી જ બની ગઇઃ ફોટોગ્રાફરો પણ કન્ફયુઝ!!

બેઇજિંગ તા.૧૩: ચાઇનીઝ એકટ્રેસ ફેન બિંગબિંગની પ્રશંસક ચેંગ્શીએ બિંગબિંગ જેવી દેખાવવા પ્લાસ્ટીક સર્જરી કરાવી અને હવે તે અદલ બિંગબિંગ જેવી જ લાગે છે. જો બન્નેને સાથે ઊભી રાખો તો કોણ બિંગબિંગ છે અને કોણ ચેંગ્શી તે નક્કી કરવું મુશ્કેલ થઇ જાય. ચાઇનીઝ મિડીયા પણ ખૂબ કન્ફયુઝ થઇ ગયું છે.

સોશ્યિલ મિડીયા પર ઘણીવાર લોકો ચેંગ્શીને બિંગબિંગ સમજી બેસે છે. ગયા મહિને એક ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેવું જ થયું. ૨૩ વર્ષની ઇન્ટરનેટ સ્ટાર ચેંગ્શી સોૈથી પહેલા ત્યારે ચર્ચામાં આવી હતી કે જયારે તેણે સુપર ગર્લ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. ત્યાં તેણે પોતાના પરફોર્મન્સની સાથે સાથે લુકસથી પણ ઓડિયન્સ અને જજીસને પ્રભાવિત કર્યા. ત્યારે તે પ્રીલીમિનરી રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ ગઇ હતી પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા તેને શોમાં પાછી બોલાવાઇ હતી.

મિડીયા રિપોર્ટ્સ મુજબ ચેંગ્શી તેના બોયફ્રેન્ડ સાથે મળીને પ્લાસ્ટીક સર્જરી કિલનિક ચલાવે છે, જેથી કસ્ટમર્સને પોતાની સર્જરી દ્વારા જણાવી શકે કે પ્લાસ્ટીક સર્જરીથી બધુ જ શકય છે. તેણે ૮ વર્ષે બિંગબિંગ જેવો લુક મેળવ્યો છે. તે માને છે કે પ્લાસ્ટીક સર્જરીથી તેનું નસીબ પલટાયું તેમ કોઇનું પણ પલટાઇ શકે છે.

ચાઇનીઝ સોશ્યિલ સાઇટ્સ પર ફેક ફેન બિંગબિંગ નામથી લોકપ્રિય ચેંગ્શીના માઇક્રોબ્લોગિંગ સાઇટ વીબો પર ૧૨ લાખ ફોલોઅર્સ છે. ગયા મહિને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બિંગબિંગ અને ચેંગ્શી બન્ને હાજર હતી અને એક ફોટોગ્રાફર અસલ બિંગબિંગને ઓળખી ન શકયો. તેણે બિંગબિંગ બદલે ચેંગ્શીની તસ્વીરો લઇને બિંગબિંગ્ તરીકે પબ્લિશ પણ કરાવી દીધી. તે અંગે ચેંગ્શીનું કહેવું છે કે હું તો ફોટોગ્રાફરને કહેતી રહી કે હું બિંગબિંગની પ્રશંસક છું અને તના જેવી દેખાવ છું, અસલ બિંગબિંગ્ નથી. પણ તે મારી વાત માનવા તૈયાર જ નહોતો.

(2:47 pm IST)