દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

મિસ અમેરિકામાંથી બિકિની રાઉન્ડ હટાવાયો

અમેરિકાની સૌથી સુંદર યુવતીને શોધવા માટે 'મિસ અમેરિકા' સ્પર્ધા યોજાય છે, પરંતુ તેમાં હવે 'બિકિની રાઉન્ડ' નહીં હોય.ગત વર્ષે 'મિસ અમેરિકા'ના બૉર્ડના કેટલાક પુરુષ સભ્યોના ઈ-મેલ્સ લિક થયા હતા. જેમાં તેમણે સ્પર્ધામાં ભાગ લેનારી મૉડલ્સ અંગે ઘટતી ટિપ્પણીઓ કરી હતી, બાદમાં તેમણે રાજીનામાં આપવાં પડ્યાં હતાં. હવે 'મિસ અમેરિકા'ના બૉર્ડમાં માત્ર મહિલાઓ છે.

(1:12 pm IST)