દેશ-વિદેશ
News of Wednesday, 13th June 2018

બે વર્ષના બાળકને બચાવવા એક ભાઇ પાંચ માળ ચડી ગયા

પેરિસ તા.૧૩: થોડાક વખત પહેલાં ફ્રાંન્સમાં એક યુવક બાળકને બચાવવા માટે કોઇ જ સહારા વિના બીજા માળ સુધી ચડી ગયેલો એવી જ ઘટના ચીનમાં બની છે. દક્ષિણ ચીનની ઝેજિઆન્ગ કાઉન્ટીમાં બે વર્ષનો એક છોકરો પાંચમાં માળની બારીની જાળીમાં લટકી ગયો હતો. બારીની ગ્રિલમાં તેનું માથું ફસાઇ ગયું હોવાથી તે પટકાતો બચી ગયેલો. ગ્રિલ ખૂબ નીચી હોવાથી બાળકના વુધ્ધ દાદી તેને ઉપર ખેંચી શકે એમ નહોતા. એવા સમયે ત્યાંથી પસાર થઇ રહેલો ઝેન્ગ શિન નામનો યુવક કોઇ વિચાર કર્યા વિના બિલ્ડીંગની બારીઓ પર ચડીને છેક પાંચમાં માળે પહોંચી ગયો. તેણે સપોર્ટ આપીને બાળકને ગ્રિલમાંથી ઊંચો કર્યો જેથી અંદર તેની દાદીએ તેને ઊંચકી લીધો. આ ઘટના નીચેથી જોઇ રહેલા કેટલાક લોકોએ ઝેન્ગ શિનનું આ બહાદુરીભર્યુ કારનામું વિડીયોમાં કેદ કરી લીધું હતું (૧.૬)

 

(9:53 am IST)