ઓસ્ટ્રેલિયાઈ સરકારે ક્ષેત્રના સંરક્ષણ માટે હિંદ મહાસાગરમાં બે નવા સમુદ્રી પાર્ક ઘોષિત કર્યા
નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાઈ સરકારે ક્ષેત્રના સંરક્ષણ માટે હિંદ મહાસાગરમાં બે નવા સમુદ્રી પાર્ક ઘોષિત કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. પર્યાવરણ મંત્રી,સુસાન લે એ બુધવારના રોજ આ વાતની ઘોષણા કરી છે કે સમુદ્રી પાર્ક 740,000 વર્ગ કિમિ, ફ્રાંસથી મોટા વિસ્તારમાં અને ગ્રેટ બૈરિયર રીફ સમુદ્રી પાર્કનો આકાર બેગુણો હશે.
આ સમુદ્રી પાર્ક સંરક્ષણ હેઠળ ઓસ્ટ્રેલિયાલ જળના જથ્થાને 37થી 45 ટકા વધારી દેવામાં આવશે. આ પગલાંથી ગેરકાનૂની રીતે માછલી પકડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં સુરક્ષા મળશે. એક વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઓસ્ટ્રેલિયાના દરવાજા પર એક આંતરરાષ્ટિય સમુદ્રી ખજાનો છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એકદમ અજાણ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.