દેશ-વિદેશ
News of Thursday, 13th May 2021

અમેરિકામાં એપ્રિલની શરૂઆતમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધાર્યો થયો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં આમ તો કોરોનાના કેસો ઘટી રહ્યા છે પણ હવે નવા ખતરાને લઈને ચિંતા છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ એપ્રિલની શરૂઆતમાં અમેરિકી બાળકોમાં કોરોનાના સંક્રમણના કેસો વયસ્કોની તુલનામાં વધારે જોવા મળ્યા છે. આથી એવી આશંકા પેદા થઈ છે કે શું હવે બાળકો માટે કોરોના ગંભીર સંકટ બની ગયો છે.સેન્ટ્રલ ફોર ડીસીઝ એન્ડ પ્રિવેન્શન અનુસાર એપ્રિલની શરૂઆતમાં નાના બાળકોથી લઈને 12 વર્ષથી વયના બાળકોમાં કોરોનાના કેસ 65 કે તેથી ઉપરની વયનાની તુલનામાં વધી ગયા. તાજેતરના આંકડા પણ ટ્રેન્ડ યથાવત રહેવા તરફ ઈશારો કરે છે. આટલું નહીં, કોરોનાના કારણે બાળકોના હોસ્પીટલમાં દાખલ થવાના દરમાં પણ કમી નથી આવી. સ્થિતિમાં રિસર્ચર્સને આશંકા છે કે કોરોના વેરીએન્ટ યુવાઓને નવી-નવી રીતે અસર કરે છે.

             તેમાં સોજા પેદા કરનારી બીમારી પણ સામેલ છે, જે કોરોના સાથે જોડીને જોવામાં આવે છે. રિપોર્ટ અનુસાર બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પીટલની ક્રિટીકલ કેર ડોકટર એડ્રીન રેડોલ્ફ કહે છે, સૌથી મોટી સમસ્યા છે કે બાળકોની એક પુરી વસ્તી હજુ કોઈ સુરક્ષા કવચ વિનાની છે. ફેબ્રુઆરીમાં બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઈન્ફલેમેટ્રી સિડઓમના બે હજારથી વધુ કેસ જોવામાં આવ્યા છે, જે એપ્રિલમાં વધીને ત્રણ હજારને પાર કરી ગયા હતા. બાળકોમાં બીમારી મોટેભાગે કોરોનાથી સાજા થયાના એક મહિના બાદ જોવા મળી રહી છે. તે ઘાતક હોઈ શકે છે. તે ઘાતક હોઈ શકે છે. પણ હજુ દુર્લભ છે. તે શરીરના અનેક ભાગોમાં સોજો પેદા કરી શકે છે પછી તે હૃદય, મગજ, ફેફસા કે આંતરડા કેમ હોય. તેમાં પેટદર્દથી માંડીને પેચિસ જેવા લક્ષણો ઉભરી શકે છે. બીમારી મોટેભાગે 1થી14 વર્ષના બાળકોમાં જોવા મળે છે.

(6:12 pm IST)