દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ફેસ રેકોગ્નિકેશન પર પ્રતિબંધ મુકાશે

ઉચ્ચ ટેક્નોલોજી વાળા કોમ્યુટરો બનાવાયા હોવાથી પોલીસ માટે લાપત્તાને શોધવું વધુ આસાન

ન્યુયોર્ક : અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પોલીસ તેમજ અન્ય એજન્સીઓઓ ફેસ રેકોગ્નિકેશન નહિ કરી શકે. સાન ફ્રાન્સિસ્કો ફેસ રેકોગ્નિકેશન પર પ્રતિબંધ મુકનાર પ્રથમ અમેરિકી શહેર બની જશે. અહીં એરપોર્ટ, સ્ટોર, સ્ટેડિયમ અને જાહેર પરિવહનની સેવાનો ઉપયોગ કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

અમેરિકાની સરકારી એજન્સીઓએ શંક્સ્પદો માટે ડેટાબેઝ ચેક કરવા તેમજ ઓળખ કરવા માટે એક દાયકા કરતાં પણ વધુ સમયથી આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

જો કે વર્તમાન સમયમાં કુત્રિમ બુદ્ધિમતામાં થયેલ વિકાસને કારણે વધુ ઉચ્ચ ટેક્નોલોજી વાળા કોમ્યુટરો બનાવવામાં આવ્યા છે જેનાથી પોલીસ માટે લાપત્તા થયેલ બાળકને શોધવું વધુ આસાન થઇ જાય છે. જ્યોર્જટાઉન યુનિર્વસિટીના સેન્ટર ફોર પ્રાઇવસી એન્ડ ટેક્નોલોજીના ડાયરેક્ટર અલ્વારો બેદોયાએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી લોકોને ડરામણી લાગે છે.

આ ઉપરાંત ટેક્નોલોજી નિષ્ણાંતોને ચિંતા છે કે એક સમય આવશે કે લોકો ફેસ રેકોગ્નિકેશન કે ટ્રેક કર્યા વગર કોઈ પાર્ક, સ્ટોર કે શાળામાં નહીં જઈ શકે. જો સેન ફ્રાન્સિસ્કોમાં આ પ્રતિબંધ લાગશે તો અન્ય શહેર અથવા રાજ્ય તેમજ અમેરિકી કોંગ્રેસ પણ તેનું અનુસરણ કરી શકે છે. કેલિફોર્નિયા વિધાનમંડળ ફેસ રેકોગ્નિકેશન પર પ્રતિબંધ મુકવા અંગે વિચાર કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ સેનેટમાં એવું વિધેયક લાવવામાં આવશે કે જે પોલીસ સહીત સરકારી એજન્સીઓને ફેસ રેકોગ્નિકેશન કરવા માટે રાહત આપશે પરંતુ સહમતી વગર ગેરકાયદેસર રીતે ફેસ રેકોગ્નિકેશન કરનારાઓ પર કડક પગલાં પણ ભરાશે.

(8:49 pm IST)