દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

વધારે પડતી કોફી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે

નવી દિલ્હી: વધારે પડતી કોફીનું સેવન કરતા લોકો સાવધાન થઇ જજો એક સંશોધન મુજબ દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ  6 કપ અથવા તેનાથી વધારે કોફી પીવાથી સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચી શકે છે તેનાથી હદયને 22 ટકાનો ખતરો વધી શકે છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સીટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ એક સંશોધન કરીને આ વાતને જણાવી છે કે  કોફીની વધુ પડતી માત્રા લેવાથી હદયને લગતી બીમારીને નોતરી શકાય છે.

(6:44 pm IST)