દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

સ્કુલના અધિકારીઓ સાથે

પોલીસના ડોગીનો ફોટો પણ છપાયો

અમેરિકાના આર્કેન્સસ રાજયમાં બ્રાયન્ટ હાઇસ્કુલની વાર્ષિક પુસ્તિકામાં સ્કુલ  સાથે સંકળાયેલા તમામ અધિકારીઓની તસ્વીર છપાઇ હતી. આવું તો કદાચ ઘણી સ્કુલોમાં બનતું હશે, પણ બ્રાયન્ટ  પોલીસ ડીપાર્ટમેન્ટના એક ડોગીની તસવીર પણ એમાં છપાઇ છે. સ્કુલની સિકયોરીટી માટે આ પોલીસ ડોગ હમેશાં ખડેપગે રહ્યો હોવાથી સ્કુલના અધિકારીઓએ આ ડોગને ખાસ માન આપ્યું હતું.

(3:39 pm IST)