દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

સિંગાપુરમાં દુર્લભ વાયરસ 'મંકીપોકસ'નો પ્રથમ કિસ્સો સામે આવ્યો

એક નાઇજિરિયન વ્યકિત આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં ખુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો

સિંગાપુર તા. ૧૩ : સિંગાપુરમાં મંકીપોકસનો આત્યાર સુધીનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક નાઇજિરિયન વ્યકિત આ બીમારીને લઇને આવ્યો જે એક લગ્નમાં બુશમીટ ખાઇને આ દુર્લભ વાયરસના સંપર્કમાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉષ્ણકટિબંધીય જંગલોમાં ખોરાક તરીકે ખાવામાં આવતા બિન-પાલતુ સસ્તન પ્રાણીઓ, સરિસૃપ, ઉભયજીવી પ્રાણીઓ અને પક્ષીઓના માંસને બુશીમેટ કહેવામાં આવે છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક ભાગમાં મહામારીના રૂપ લઇ ચુકેલા મંકીપોકસના મનુષ્યોમાં મળતા લક્ષણોમાં આઘાત, તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ઠંડી લાગવાનું સામેલ છે. સામાન્ય રીતે આ બીમારી જીવલણે નથી હોતી પરંતુ દુર્લભ મામલોમાં જીવલેણ પણ થઇ શકે છે.

શહેરના સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે વ્યકિત આ વાયરસ લઇને આવ્યો છે. તે ૨૮ એપ્રિલે સિંગાપુર પહોંચ્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે, ૩૮ વર્ષીય વ્યકિતને બે દિવસ બાદ તેના લક્ષણ દેખાયા અને અત્યારે તેને સ્થિર હાલાતમાં એક સંક્રામક રોગ કેન્દ્રમાં અલગ રાખવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના ફેલાવાના જોખમ ઓછા છે પરંતુ હજુ પણ આરોગ્ય મંત્રાલય સાવચેતી લે છે.(૨૧.૪)

(9:59 am IST)