દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો

પિસ્તા આઈસ્ક્રીમ

સામગ્રીઃ ઙ્ગપિસ્તા- ૧/૨ કપ (અધકચરા ગ્રાઈન્ડ કરેલા)

દૂધ-૧ કપ

ક્રીમ- ૩/૪ કપ

વેનીલા એસેન્સ- ૧/૨ ટી સ્પૂન

બનાવવાની રીતઃ

મિકિસંગ કરવા માટે એક બાઉલમાં દૂધ, વેનીલા એસેન્સ અને ખાંડ નાંખીને તેને બ્લેન્ડરથી બે મિનીટ સુધી મીકસ કરો. ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરો અને બીજીવાર સ્મૂધ થાય ત્યાં સુધી તેને મીકસ કરો. પછી તેમાં ગ્રાઈન્ડ કરેલા પિસ્તા નાંખીને બરાબર મિકસ કરી લો. ત્યારબાદ મિકસચરને પ્લાસ્ટિક કન્ટેનરમાં નાંખી પ્લાસ્ટિક શીટ ફીઝરમાં એકથી દોઢ કલાક મુકી રાખો.

ત્યારબાદ તેને ફ્રીઝરમાંથી કાઢો અને ૧૦ મિનિટ બાદ ફરીથી મિકસ કરી લો અને પાછું ફ્રીઝરમાં ૪-૫ કલાક સુધી જામવા માટે મુકી દો. સમારેલા પિસ્તાથી ગાર્નિશિંગકરીને સર્વ કરો.

 

(9:48 am IST)