દેશ-વિદેશ
News of Monday, 13th May 2019

ગરમીમાં રાહત આપશે તડબૂચનું આ ટેસ્ટી જ્યૂસ

ઉનાળામાં તડબૂચ ખાવુ ઘણું ફાયદાકારક છે. આનાથી તાજગી મળે છે અને અનેક બીમારીઓ પણ દુર થાય છે. તમે તડબૂચનું જ્યૂસ પણ તૈયાર કરી શકો છો. જાણો, તડબૂચના જ્યૂસની સરળ રેસિપ.

સામગ્રીઃ૨ કિલો તડબૂચ,૧ લિબું, આઈસ કયુબ, ૧ કપ ફોદીનો, ખાંડ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ

સૌથી પહેલા તડબૂચને ધોઈને કાપી લો. કાપ્યા પછી તેની છાલ અને બીજ નીકાળીને અલગ કરો. અંદરના લાલ ભાગને કાપીને નાના-નાના ટુકડા કરો. એવા ટુકડા કરો કે મિકસરમાં સરળતાથી સમાઈ જાય.

મિકસરમાં કાપેલું તડબૂચ નાખીને સારી રીતે પીસી લો. થાડી વારમાં પલ્પ અને રસ સારી રીતે બ્લેન્ડ થઈ જશે. આ મિશ્રણ નીકાળીને એક ગાળણીમાં ગાળી લો.

લીંબુનો રસઃ જ્યુસનો સ્વાદ વધારવા માટે તેમાં એક લીંબુનો રસ નાખો અને આઈસ કયૂબ નાખીને સારી રીતે મિકસ કરો.

ફોદીનાના પાનઃ તમે ઈચ્છો તો ફોદીનાના પાન પણ નાખી શકો છો. જ્યુસમાં મીઠાશ વધારવા માટે ખાંડ નાખી શકો છો.

(9:47 am IST)