દેશ-વિદેશ
News of Tuesday, 13th April 2021

જાપાન સરકારે ફુકુશીમાના રેડિયોએક્ટિવ પાણીને દરિયામાં છોડવાનો નિણર્ય લીધો હોવાની માહિતી

નવી દિલ્હી: જાપાન સરકારે ફૂકુશીમાનાં રેડિયોએક્ટિવ પાણીને દરિયામાં છોડવાનો નિર્ણય લીધો છે. જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગાએ મંગળવારે કહ્યું કે તેણે દસ લાખ ટનથી વધુ રેડિયો એક્ટિવ પાણી દરિયામાં છોડવાની ફુકુશીમાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઘોષણા પછીથી પાડોશી દેશો અને માછીમારોએ ડિયોએક્ટિવ પાણીને દરિયામાં છોડવાનો વિરોધ કર્યો છે. ફિલીપાઇન્સ અને ચીન તરફના સ્થાનિક માછીમારો અને દક્ષિણ કોરિયાએ ચિંતા વ્યક્ત કરતાં નિર્ણયનો વિરોધ કર્યો છે.

       જાપાનની સરકારનું આ અંગે કહેવું છે કે સમુદ્રમાં આ પાણી છોડવું સલામત છે કારણ કે પાણીને પ્રોસેસ કરીને તેનાથી તમામ કિરણોત્સર્ગી તત્વો ડાયલૂડ થઈ જશે. આ યોજનાને ઈન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ તદ્દન એવું જ છે કેમ કે પરમાણુ પ્લાન્ટ્સના નકામા પાણીનો નિકાલ વિશ્વમાં ક્યાંય પણ થાય છે.

(6:03 pm IST)