News of Friday, 13th April 2018
અફઘાનિસ્તાનના 11 પોલીસકર્મીને આંતકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા
નવી દિલ્હી: તાલિબાન આંતકવાદીએ અફઘાનિસ્તાનના એક ચોકી પર હુમલો કરીને 11 પોલીસકર્મીને મોતને ઘાટ ઉતાર્યા છે. આંતકવાદીએ ચોકી બાજુ જવાના રસ્તા પર બૉમ્બ રાખીને આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટનામાં ચાર પોલીસકર્મીને ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.
(5:50 pm IST)