દેશ-વિદેશ
News of Friday, 13th April 2018

ટ્રક સાફ કરતાં જૂની ટિકિટમળી અને ૩૨.૬૦ લાખની લોટરી લાગી

ન્યુયોર્ક, તા.૧૩ : અમેરિકાના મિસલરીમાં જેસન જેકોબ નામના ટ્રક-ડ્રાઇવરે જાન્યુઆરી મહિનામાં ત્રણ પાવરબોલ લોટરીની ટિકિટ ખરીદી હતી. ટ્રકના કોઇક ખાનામાં એ મૂકયા પછી લોટરીનું રિઝલ્ટ હતું ત્યારે તે સાવ જ ભૂલી ગયો. બે મહિના પછી તેની પત્ની ટ્રકની સફાઇ કરી રહી હતી ત્યારે તેને આ  ટિકિટો મળી. પોતાને લોટરી લાગી છે કે નહીં એ પણ તેમને ખબર નહોતી અને રિન્લ્ટની તારીખ પણ જતી રહી હતી એટલે આ ટિકિટ ફાડીને ફેંકી ખેવી જોઇએ એવું જેસનનું કહેવું હતું. જોમે તેની વાઇફે એક વાર જ્યાંથી ટિકિટ ખરીખી હતી તેને જઇને બતાવી આવવાનો અમગ્રાહ રાખતાં બન્ને એ સ્ટોલ પર જઇ પહોચ્યાં. સાચે જ તેમને ૫૦,૦૦૦ ડોલર એટલે કે ૩૨.૬૦ લાખ રૂપિયાની લોટરી લાગી હતી.

(12:11 pm IST)