દેશ-વિદેશ
News of Wednesday, 13th March 2019

ઉત્તર કોરિયાની સુપ્રિમ પીપલ્સ અેસેમ્બલી માટે ૯૯.૯૭ ટકા મતદાન

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના એકમાત્ર ઉમેદવારવાળી ચૂંટણીમાં 99.99 ટકા મતદાન થયું છે. ગયા વખતની ચૂંટણીમાં 99.97 ટકા મતદાન થયુંહતું. આ વખતે તેના કરતાં પણ થોડુ વધુ મતદાન થયું છે.

ઉત્તર કોરિયાના લાખો લોકો 'સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી' કહેવાતી રબર સ્ટેમ્પ જેવી ધારાસભાને દર પાંચ વર્ષે ચૂંટે છે. દેશની સમાચાર એજન્સી કેસીએનએના સમાચાર મુજબ આ વર્ષે મતદાન કરનારા લોકોની સંખ્યા 100 ટકા કરતાં થોડી ઓછી રહી. જેમણે મતદાન કર્યું નથી તે દેશની બહાર છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે આ મહિને થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા બાદ પરમાણુ કુટનીતિને પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહેલા દક્ષિણ કોરિયાએ અમેરિકા તથા ઉત્તર કોરિયા સાથે ત્રિપક્ષીય વાટાઘાટોની તરફેણ કરી છે.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જેઈ-ઈનના નેતૃત્વમાં થયેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. મૂને જણાવ્યું કે, સિયોલની સર્વોચ્ચ પ્રાથમિક્તા અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ વાટાઘાટોને પાટા પરથી ઉતરતા રોકવાની છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા દ્વારા મિસાઈલ અને પરમાણુ પરીક્ષણો બાદ પેદા થયેલા તણાવ પચી વોશિંગટન અને પ્યોંગયોંગ વચ્ચે પરમાણુ કુટનીતિ અંગે વાટાઘાટો શરૂ કરવા માટે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને પ્રયાસ કર્યા હતા.

(5:58 pm IST)