દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

ગાજા પટ્ટી પર બ્લાસ્ટમાં ફિલીસ્તીનના પ્રધાનમંત્રીનો બચાવ

નવી દિલ્હી: ફ્લસ્ટીનના પ્રધાનમંત્રી રામી  હમદલ્લા ગાજા પટ્ટી પર બોંબ ધમાકાનો શિકાર થતા માંડ-માંડ બચાવવામાં આવ્યા છે.પીએમનો કાફિલો જેવો ગાજા પટ્ટી પર પહોંચ્યો ત્યારે વિસ્ફોટ થયો હતો સુરક્ષા મામલે જોડાયેલ એક સૂત્ર અને પ્રત્યક્ષદર્શીઓએ આ વાતની જાણકારી આપી છે.આ વિસ્ફોટમાં સાત લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે તેમજ પીએમ હમદલ્લા આ બોંબ ધમાકામાં માંડ કરીને બચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(7:48 pm IST)