દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

કાજુના પેકેટમાંથી નીકળ્યો દાંત

ન્યુયોર્ક તા. ૧૩: અમેરિકાના ઓહાયોના એક વિસ્તારમાં ગયા મહિને એક મહિલા પેકેજડ કાજુ ખાતી હશે ત્યારે એમાં એક દાંત નીકળ્યો હતો. આ મહિલાએ દાંતને કાજુ સમજીને ખાવા પણ લાગી હતી. એ કઠણ વસ્તુ તે ચાવી શકી નહોતી અને બહાર કાઢીને જોયું તો એ દાંત હતો. એ દાંત પર સુકાઇ ગયેલું લોહી પણ હતું. જે કંપનીનું કાજુનું આ પેકેટ હતું એણે એ પેકેટ મહિમા પાસેથી પાછું મગાવી લીધું છે. કંપની એ વાત માનવા તૈયાર નથી કે પેકેટમાં દાંત હોઇ શકે.

(3:32 pm IST)