દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

સ્માર્ટફોનથી બ્લડ-પ્રેશર માપવા માટે ઍપ આવશે

ન્યુયોર્ક, તા.૧૩ : હાલમાં ડોકટરો બ્લડ- પ્રેશર માપવા માટે જૂના ગણાતા કફ ડિવાઇસનો ઉપયોગ કરે છે, પણ અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં ડોકટરે કરી રહેલા ભારતીય સ્ટુડન્ટ આનંદ ચંદ્રશેખરે બ્લડ-પ્રેશર માપવા માટે નવી  પદ્વતિ વિકસાવી છે. આંગળીની ટોચ પર રહેલી ટ્રાન્સવર્સ પાલ્મર આર્ચ આર્ટરીનો ઉપયોગ કરીને જો બ્લડ-પ્રેશર માપવામાં આવે તો એ ઍકયુરેટ આવે  છે. આ રીતે સ્માર્ટફોનને માત્ર ફિંગરટિપ્સ પર ટચ કરીને ઍકયુરેટ બ્લડ-પ્રેશર માપી શકાય છે. આ ઍપ આનંદ ચંદ્રશેખરે વિકસાવી છે. આ ઍપ હાલમાં લૅબમાં તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ એ કોઇ પણ વ્યકિત તેના સ્માર્ટફોન પર આસાનીથી વાપરી શકશે. આ માટે એક કે બે વાર પ્રેકટીસ કરવી પડશે.

(3:31 pm IST)