દેશ-વિદેશ
News of Tuesday, 13th March 2018

ચંદ્ર અને મંગળ ગ્રહ પર સ્થાપિત કેન્દ્ર પૃથ્વી પર ઝડપથી જીવન પાછું લાવવામાં મદદરૂપ થઇ શકે

નવી દિલ્હી, તા.૧૩ : જો ત્રીજંુ વિશ્વયુદ્વ થશે તો ચંદ્ર અને મંગળ ગ્રહ પર સ્થાપિત કરાયેલાં કેન્દ્રો માનવસભ્યતાને સુરક્ષિત કરવામાં અને પૃથ્વી પર ઝડપી ગતિએ જીવન પાછંુ લાવવામાં મદદરૂપ થઇ શકે છે એમ અવકાશયાન અને રોકેટ બનાવનારી કંપની સ્પેસએકસના સ્થાપક અને અબજપતિ ઉદ્યોગ-સાહસિક એલન મસ્કનંુ માનવંુ છે. તેમણે કહ્યં હતંુ કે આવતા વર્ષની શરૂઆતમાં જ પ્લેનોનંુ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવશે. એલન મસ્કે એક સંમેલનમાં કહ્યંુ હતંુ કે 'ત્રીજંુ વિશ્વયુદ્વ થાય તો અંધકારયુગ પાછો આવે એવી સંભાવના છે. અમે ઇચ્છીએ છે કે માનવસભ્યતાને પાછી લાવવા કયાંક એની જડો કાયમ રહે જેને કારણે કદાચ અંધકારયુગની સમયાવિધ ઘટાડી શકાય. મારા હિસાબે ચંદ્ર અને મંગળ પર બનેલાં કેન્દ્રો અત્યંત મહત્વપૂર્ણ છે જે ધરતી પર ફરી જીવન લાવવામાં મદદરૂપ થશે.' (૨૨.૨)

(3:56 pm IST)