News of Thursday, 13th February 2020
નાઇજીરિયામાં આતંકવાદી હુમલામાં 21 લોકોના મૃત્યુ
નવી દિલ્હી:પશ્ચિમી આફ્રિકી દેશ નાઇજીરિયામાં આતંકવાદીએ એક ગામ પર કરેલ હુમલામાં 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. આ હુમલો મંગળવારના રોજ કડુના પ્રાંતમાં ફીકા જિલ્લાના બકાલી ગામમાં આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લગભગ 100અજાણ્યા બંદૂકધારીઓએ કરેલ આ હુમલામાં કાર અને મોટરસાયકલને પણ આગ ચાંપી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ પણ સંગઠનદ્વારા લેવામાં આવી નથી.
(6:36 pm IST)