News of Wednesday, 13th February 2019
અમેરિકી પત્રકાર જમાલ ખાશોગીનું શબ કયાં છે તેનો અમને ખ્યાલ નથી
સઉદી અરબના વિદેશ રાજયમંત્રી અદિલ અલ જૂબેરએ કહ્યું છે કે એમને ખ્યાલ નથી કે અમેરિકી પત્રકાર જમાલ ખાશોગીનું શબ કયાં છે અને આની તપાસ હજુ પણ થઇ રહી છે. એમણે કહ્યું અમે પૂછપરછ કરી રહ્યા છીએ કે એમણે (દૂતાવાસ અધિકારીઓ) જમાલના શરીર સાથે શું કર્યુ? જમાલની સઉદી વાણિજિયક દૂતાવાસમાં હત્યા થઇ હતી.
(10:25 pm IST)