News of Wednesday, 13th February 2019
હૈતીમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનમાં 6ના મોત: 80 કેદી જેલમાંથી ફરાર
નવી દિલ્હી: હૈતીમાં રાષ્ટ્રપતિ જોવનેલ મોઇસના રાજીનામાની માંગણી લઈને લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 6 લોકો મોતને ભેટ્યા છે તેમજ વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એકવીન શહેરની જેલમાંથી 70 જેટલા કેદીઓ પણ ફરાર થઇ ગયા છે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે કઈ પરિસ્થિતિમાં કેદીઓ જેલ તોડીને ભાગી ગયા છે.
(5:59 pm IST)