દેશ-વિદેશ
News of Tuesday, 13th February 2018

સારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત

નવી દિલ્હી તા.૧૩: મેડિકલ સવલતોનો લાભ લેવા માટે વિદેશીઓ પણ ભારત તરફ આકર્ષાઇ રહ્યા છે. એક મેડિકલ અસોસિએશનના આંકડા મુજબ ૨૦૧૬માં ૧૬૭૮ પાકિસ્તાનીઓ અને ૨૯૬ અમેરિકન્સ સહિત કુલ બે લાખ વિદેશીઓને ભારત આવીને મેડિકલ સારવાર કરાવી છે ગૃહમંત્રાલયના આંકડાઓ મુજબ ૨૦૧૫માં ૫૪ દેશોમાંથી ૨,૦૧,૦૯૯ નાગરિકોને ખાસ મેડિકલ વીઝા આપવામાં આવ્યા હતા. ભારત ૨૦૧૪ થી વીઝાનીતિમાં ઉદાર બન્યું છે અને હવે ભારતમાં મેડિકલ ટૂરિઝમ માટે આવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. એક અંદાજ મુજબ ભારતમાં મેડિકલ ટૂરિઝમનું માર્કેટ હાલમાં ત્રણ અબજ ડોલર એટલે કે ૧૯૩ અબજ રૂપિયાનું છે જે ૨૦૨૦માં વધીને સાતથી આઠ અબજ ડોલર એટલે કે લગભગ ૫૧૦ અબજ રૂપિયા જેટલું થઇ શકે છે. ૨૦૧૬માં બંગલા દેશ, અફઘાનિસ્તાન, ઇરાક, ઓમાન, ઉઝબેકિસ્તાન, નાઇજીરિયા જેવા દેશોમાંથી સૌથી વધુ લોકો સારવાર અર્થે આવ્યા હતા. હવે અમેરિકા, બ્રિટન, રશિયા અને ઓસ્ટ્રેલિયાના નાગરિકો પણ મેડિકલ વીઝા પર ભારત આવી રહ્યા છે.

(12:55 pm IST)