OMG! એરપોર્ટ પર પ્લેનને ૩૫ લોકોએ માર્યો ધક્કો, ફોટો થયો વાયરલ
હાલમાં જ ૨૦ લોકોનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ૨૦ લોકો ૩૫ હજાર કિલોના પ્લેનને ધક્કો મારી રહ્યાં હતા. આ ૨૦ લોકોમાં ટેકનિશિયન અને એરપોર્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ફોટો જોઇને ઘણા લોકોને આશ્યર્ય થયું. એક મળતા અહેવાલ મુજબ આ ઘટના ઇન્ડોનેશિયનાના કેતંબોલકા એરપોર્ટની છે અને જે ફલાઇટને લઇને ચર્ચા થઇ રહી છે તે ગરૂણા ઇન્ડોનેશિયના પ્લેનની છે. ફોટો જોનાર વ્યકિતઓના મનમાં સવાલ હતો કે પ્લેનને ધક્કો કેમ મારવામાં આવ્યો. ત્યારબાદ ગરૂણા ઇન્ડોનેશિયા પબ્લિક રિલેશન મેનેજરે જણાવ્યું કે પાઇલટે ભૂલથી ખોટો ટર્ન (વળાંક) લઇ લેતા પ્લેન ફસાઇ ગયું હતું. અધિકારના જણાવ્યા અનુસાર જયારે પ્લેન લેન્ડ થયું ત્યારે પાર્કિંગ એરિયાનીડાબી બાજુ તરફ જવાનું હતું પરંતુ પ્લેનના વળાંકમાં થોડી ભૂલ થઇ ગઇ. કેમ કે ત્યાં કોઇ પુશબેક હાજર નહોતું એવામાં ટેકનિશિયન અને એરપોર્ટના કર્મચારીઓએ જાતે જ વિમાનને ધક્કો મારવો પડયો.