દેશ-વિદેશ
News of Saturday, 12th October 2019

સીરિયાએ તુર્કીમાં બે રોકેટ છોડ્યા: 8 નાગરિકોના મોત

નવી દિલ્હી: તુર્કીના માર્ડીન વિસ્તારમાં સિરિયાની તરફથી શુક્રવારના રોજ મોટર અને રોકેટથી કરેલ હુમલામાં 8 નાગરિકો મોતને ભેટ્યા છે temj અન્ય 35 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે. માર્ડીનના ગવર્નરે આ હુમલા માટે સીરિયાઈ કુર્દ વાઈપીજી ગુટના કુર્દ લડાકુ તથા કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને જવાબદાર ગણાવ્યા છે.

          આ પહેલા તુર્કીએ બુધવારના રોજ ઉતરી સીરિયામાં કુર્દ લડાકુના નેતૃત્વવાળી સેનાએ અને ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ હુમલો કરીને ઓપરેશન પીસ સ્પ્રિંગ નામના પોતાના સૈન્ય અભિયાનની શરૂઆત કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(6:30 pm IST)