દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

આઇવીએફ હવે પ્રાણીઓમાં પણ સફળ થવા લાગી

નવી દિલ્હી:સાઉથ આફ્રિકામાં સિંહ પર IVF ટેકનિક સફળ થઈ છે. પ્રિટોરિયા યુનિવર્સિટીના સંશોધકોના સિંહણના પ્રજનનતંત્રના સંશોધનમાં કૃત્રિમ ગર્ભાધાનનો પ્રયોગ સફળ થતાં વિશ્વમાં પહેલી વખત બે ટેસ્ટટ્યૂબ સિંહબાળ અવતર્યાં છે. પ્રિટોરિયા મેમલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર એન્દ્રે ગાન્સવિન્ડે સંશોધન વિશે જણાવ્યું હતું કે '૨૫ ઓગસ્ટે જન્મેલાં સિંહબાળમાં એક નર અને એક માદા છે.

બંને હેલ્ધી અને નોર્મલ છે. ૧૮ મહિનાના સઘન પરીક્ષણ અને પરિશ્રમ બાદ વિજ્ઞાનીઓને આ સફળતા મળી છે. આ સિંહબાળ માટે અમે એક સ્વસ્થ સિંહના સ્પર્મ લઈને સિંહણનાં હોર્મોન્સ નોર્મલ થયા ત્યારે એ સ્પર્મ કૃત્રિમ પદ્ધતિએ એના શરીરમાં ટ્રાન્સપોર્ટ કર્યા હતાં

 

(6:56 pm IST)