દેશ-વિદેશ
News of Friday, 12th October 2018

ઓએમજી....આ માણસની ખોપડી માંથી નીકળે હસી આવી વસ્તુઓ

નવી દિલ્હી: ચીનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી માથામાં દુખાવો રહેતો હતો. ડોકટરે ઓપરેશન કરતા આ માણસની ખોપરીમાંથી લાંબો નખ મળ્યો છે. આ માણસને પણ નથી ખબર કે ૪૮મીમી લાંબો નખ તેના મગજ સુધી કઈ રીતે પહોચી ગયો.

છેલ્લા ઘણા દિવસથી આ પીડિતને માથામાં દુખાવો રહેતો હતો. દુખાવો અસહ્ય થઇ જતા તે હોસ્પિટલ ગયો હતો. હોસ્પીટલમાં ડોકટરે મગજનો એક્સ-રે લેતા ખબર પડી કે તેમાં મોટો નખ છે. ત્યારબાદ ઓપરેશન દ્વારા આ નખને નીકળવામાં આવ્યો. નખ ૪૮ મીમી લાંબો હતો.

આ માણસનું નામ હૂ છે જે સિમેન્ટની એક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. સિમેન્ટની ફેકટરીમાં તેમનું કામ સીસીટીવી કેમેરા અને સિક્યોરીટી સર્વિસનું ધ્યાન રાખવાનું છે. ન્યુઝ એજન્સી સાથે વાતચીત દરમ્યાન તેણે જણાવ્યું હતું કે આટલો મોટો ખોપડીમાં કેવી રીતે આવ્યો તેના વિશે કોઈ ખબર નથી.

(6:55 pm IST)